Saturday 2 January 2016

2016-આશાની પિગી બેંક 


આંખના પલકારામાં 2015 નિકળી ગયું.
આંખો બંધ કરીને વિચારવા બેઠીતો સારા કરતા ખરાબ યાદો વધુ આવી.
આપણી આજ્તો પ્રોબ્લેમ છે. સારી યાદો ભૂલી જૈયે છે. પણ નબળી ક્ષણો , ઝઘડા , અપમાન ગળે બાંધીને ફરીએ છીએ.
આ વખતે રોજ રોજ નાની નાની સુન્દર વાતો લખી રાખવી છે દિવસ ના અંતે. કોઈએ કરેલી મદદ , ગમતી છોકરીએ આપેલું સ્મિત, મફતનું ખાવા મળેલ સમોસું , જબરદસ્તી વસુલ કરેલી પાર્ટી , કોઈએ સુંદરતા પર આપેલી કમેન્ટ. બધુજ. પછી 31 દેક, 2016 ના ખોલીને વાંચશું અને 2016 ને વિદાય આપશું હસતા હસતા.

No comments:

Post a Comment