Tuesday 15 December 2015

સૂર્યનમસ્કારસવારનાં પહોરમાં સાસુની બુરાઈ 
વિચારો સવારે 6.30 વાગે સૂર્યનમસ્કાર કરતા કરતા સાસુમાની બુરાઈ કરવાની કેવી મજા આવે.
એક 50 વર્ષનાં બહેન જે યોગ કરવા આવે છે {એની પોતાની પણ એક વહુ છે }. બોલ્યા " ડોશી બહુ હેરાન કરે છે." આમ તો બહેન મદનિયા જેવા છે પણ 40 સૂર્યનમસ્કાર કરી નાખે . સૂર્યનમસ્કાર કરતા જાય અને સાસુની ટીકા કરતા જાય.
અમારે મેડીકલ સાયન્સમાં આવે કે આપણે જયારે ખુશ થઈએ ત્યારે મગજમાં ડોપામીન નામનું કેમિકલ નિકળે. દાખલા તરીકે ચોકલેટ ખાવાથી. પણ મને લાગે છે કે સાસુમાની "Beaching" કરવાથી આ ઢગલાના ભાવે નીકળતું હશે. મને તો બુરાઈ સાંભળીને પણ ખુબ ખુશી થઈ. આ બધી સ્ત્રીઓ કઈ ખરાબ વહુ નથી. બધી કામગીરી આજ્ઞાકારી ગૃહિણી છે. પણ આ સવારનો યોગાનો એક કલાક તેમને પોતાની હૈયા વરાળ કાઢવાનો મોકો આપે છે. ચાલો આપણે તો જલસા . કસરત ની સાથે મનોરંજન  ફ્રી .
P.S.
સાસુમા રાતે વહુને મલાઈ ખાતા જોઈ ગયા. સવારે સાસુ વહુ ને કહે " મલાઈ ઓછી થઇ ગઈ નહિ ?"
વહુ કહે " રાતે બિલાડી ખાઈ ગઈ હશે" 

1 comment: