Tuesday 22 December 2015

બાજીરાઓ સાહેબ ડાન્સ કરે કે નહિ ? 
ડોરેમોન કે બાજીરાઓ સાહેબ .
દૂધમાંથી માખી કાઢીએ ત્યાં સુધીતો ઠીક પણ પાણીમાં થી પોરા કાઢવાની ટેવ પડી ગયી છે આપણને . ઐશ્વર્યારાય ને હોલીવૂડમાં સાઈડ રોલ મલેતો ફૂલીને ફાટી જૈયે. "Slum Dog millionaire" આપણા પર થુંકી ગયી તોય આપણે તાલી પાડીએ.
અહો ભાગ્યા અમારા કે તમે અમારી પર થુંન્ક્યા .
રાતને દી બાળકો ડોરેમોન જોયા કરે. 
તો આ ફેરા બાળકને બાજીરાઓ સાહેબની ફિલ્મ બતાઓ તો એનેય ખબર પડે કે ભારતમાં ખાલી ડોરેમોન જ હીરો નથી. હવે અમુક લોકોને ઈ વાંધો છે કે ફિલ્મમાં બાજીરાઓ સાહેબ ડાન્સ કરેછે. એટલે જોવા ના જવાય. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું અપમાન છે. ખરેખર? તો જયારે આમીર ખાનની Pk જોવા ગયેલા તંયે સંસ્કૃતિ અને સંસ્કારોનું અપમાન નહતું થયેલું. 
બાજીરાઓ મસ્તાની ફિલ્મ છે. ડોકયુમેન્ટરી નહિ . મરી મસાલા વગર તો આપણે જમતાય નથી. તો ગીત અને રોમાન્સ વગરની ફિલ્મ ઘંટો જોવા જવાના હતા.  આપણા દેશના હીરો વિષે ફિલ્મ બને તો ચોક્કસ એને હીટ બનાવવી જોઈએ. 

No comments:

Post a Comment