Monday 14 December 2015

શિયાળો , કૂતરાસન અને પાવર યોગા 

સવારે પાવરયોગાના ક્લાસ જોઈન કર્યા.  તમને કોઈદી  શેરીનાં કુતરાની ઈર્ષ્યા આવી? મને આજે આવી. કેવા મજાથી સવારના નવ વાગ્યા સુધી સુતા હોય. શિયાળાની સવારે છ વાગે ઠંડીમાં આંગળા બરફ થઇ ગયા હોય તોય સ્કૂટર લઈને યોગા કરવા જવું પડે. આપણને ન જવું હોય તોય ઘરનાં ધક્કા મારીને કસરત કરવા મોકલે. જાણે આપણું વધી ગયેલું વજન ઈ ઉપાડીને ફરતા હોય.  કૂતરાઓને પાછા ઘરવાળીમાં કેટલા ઓપ્શન , આપણે નો ઓપ્શન.
. આજે આપણો યોગમાં પેલો દિવસ. યોગા ટ્રેનર માંડી દીપિકા પાદુકોણેની જેમ ઠેકડા મારવા. આપણે હજીતો એક આંગળી હલાવી રહીએ ત્યા સુધીમાં તો ઈ ચાર પાંચ ગલોટ મારી ચુકી હોય.
પછી બહેન કહે ઊંટ જેવું આસન કરો. હવે ઊંટની જેમ અઢારેય અંગ વાંકા જ છે. તો ઊંટ જેવું આસન શું કામ કરવું ? પછી કૂતરાની જેમ જીભ બહાર કાઢો, પેટ અંદર ખેંચો . લ્યો હવે માણસ મટીને કૂતરા થયા. કરો કુતરાસન.
 P.S.
આજે યોગાનુયોગ BKS Iyenger નો જન્મદિવસ પણ ખરો. અમેરિકામાં એમનું બહુ માન હો..

No comments:

Post a Comment