Sunday 13 December 2015

Intolerance આપણા પેટનું 
સાલું Intolerance પર આમીરખાનની વાટ લાગી ગઈ. એના પછી આપણને વિચાર આવ્યોકે આપણને કેમ કોઈદી આ Intolerance કેમ નડ્યું નહિ હોય? પછી સમજાણું બધા પેન્ટને પેટ સાથે વર્ષોથી Intolerance છે. છતા પેટ સેક્યુલર ભાવે સહન કર્યે જાય છે. બિહારની ચુંટણી હાર્યા પછી મોદીજી ને નહિ હોય તેટલું ટેનશન શર્ટનાં ત્રીજા બટન પર રહે છે.  છતા કોઈદી Intolerance નથી બતાવ્યું.
દિપીકાની લાંબી ટાંગોએ કદી ટુંકા ડ્રેસ્સ માટે, કે આપણી આંખો સામે Intolerance નથી બતાવ્યું. આપણે બધા બોસની અને ઘરવાળીની ધમકીઓ ચુ કર્યા વગર સહન કરીએ છીએ . છોકરા ટીચરોના એક્સ્ટ્રા  હોમવર્ક અને ટીચરો ચુંટણીની એક્સ્ટ્રા કામગીરી tolerate કરે છે. રસ્તાની ગાય , શેરીના કુતરા , લગ્નના લાઉડ સ્પીકર , પડોસી નો કંકાસ , માસ્તરોનો બકવાસ , સરકારની લૂટ, બંધરૂમ માં બીજાએ કરેલી વાતછુટ (gas ), BSNL નાં બેકાર ટાવર , કામવાળીનો તેવર , દૂધમાં પાણી , ટ્રાફિકની ઘાણી .
આમીર ભાઈ ,
અમે તો રોજેય આ બધુ સહન કરીએ છીએ. તોય અમને અહીંજ રહેવું છે. મનેતો ક્યાય Intolerance દેખાતું નથી. તમને Intolerance નું ભૂત દેખાય તો કેજો માતાજીના ભૂવા ધૂણાવી ભગાડી દેશું,.

No comments:

Post a Comment